By Vaishnav, For Vaishnav

Tuesday, 8 December 2020

શ્રીનાથજીની પાઘના આંટા છૂટી જાય છે

જય શ્રીકૃષ્ણ 

એક દિવસ ઉત્થાપનના દર્શનમાં શ્રીનાથજીની પાઘના આંટા છૂટી જાય છે. છોર ઊડી ઊડીને નેત્રો આડે આવી રહ્યો છે. મુખીયાજી થોડા આઘા-પાછા  હોય છે. થોડી વાર રાહ જોયા પછી કંટાળીને શ્રીનાથજી સ્વયં છૂટેલી પાઘને પોતાના શિર પર બાંધવા લાગે છે. બહુ અદભુત દશ્ય સર્જાય છે. કેમેય કરીને પાઘ બાંધી શકાતી નથી અને શ્રીનાથજી શ્રમિત થઈ જાય છે.  એટલામાં ગોવિંદદાસ શ્રીનાથજીના દર્શને આવી  પહોંચે છે. તરત શ્રીનાથજી ગોવિંદદાસને પોતાની પાઘ બાંધી દેવાનું કહે છે . શ્રમિત થયેલા શ્રીનાથજીની કાલીધેલી શૈલિથી ગોવિંદદાસમાં સખ્યભાવ છલકાઇ આવે છે. તેઓ મર્યાદાનું ભાન ભૂલી જઈને જગમોહનમાંથી ઠેકડો મારી સીધા નિજમંદિરમાં શ્રીનાથજીની સન્મુખ પહોંચી જાય છે. અને ઝટ દઈને શ્રીનાથજીની પાઘ વાંકી કરીને આંટા બરાબર વાળી વાળીને શિર પર બાંધી દે છે.
 ચિત્રજી

એ જ ક્ષણે કોઈ ભિતરીયો અંદર પ્રવેશે છે અને આ દશ્ય જોઈ જાય છે. એના નેત્રો વિસ્ફારિત થઈ જાય છે અને પાછા પગલે વળી જઈ ભાગતો  ભાગતો સીધો શ્રી ગુસાંઈજીની બેઠકમાં ઘસી જાય છે અને ઊંચા શ્ર્વાસે હાંફતા હાંફતા ફરિયાદ કરે છે.

એની  ફરિયાદ સાંભળીને શ્રી ગુસાંઈજી મલકાઈને કહે છે કે ગોવિંદદાસના અડકવાથી શ્રી ગોવર્ધનધરણ અભડાતા નથી.

No comments:

Post a Comment

व्रज – माघ शुक्ल चतुर्थी

व्रज – माघ शुक्ल चतुर्थी  Sunday, 02 February 2025 बसंत-पंचमी श्री मुकुन्दरायजी (काशी) का पाटोत्सव, श्री दामोदरदासजी हरसानी का प्राकट्य दिवस...