By Vaishnav, For Vaishnav

Saturday, 1 August 2020

કંકોડાતેરશ શાથી કહેવાય

 

કંકોડાતેરશ શાથી કહેવાય

શ્રી ચતુરાનન નાગા વ્રજમાં મથુરાથી ડીંગ જતા રસ્તા ઉપર ટોંડ નો ઘનો નામનું અલૌકીક અને ઐતિહાસિક સ્થાન આવે છે. શ્રી ચતુરાનન નાગા નામનો એક પરમ તપસ્વી વૈષ્ણવ ટોંડ નો ધનોની ગીચ ઝાડી માં પ્રભુ સ્મરણમાં તલ્લીન બની રહેતો હતો. એ બહુ ભલો ભોળો વૈષ્ણવ હતો.
શ્રી ગિરિરાજ પર્વતને ભગવત સ્વરૂપ માનતો હોવાથી શ્રી ગોવર્ધન ઉપર પગ મૂકીને શ્રીનાથજીનાં દર્શન કરવા જતો નહીં આમ ભગવદ્ સ્મરણમાં અને વિરહમાં શ્રીચતુરાનન નાગા બહુ ઉદ્વેગમાં રહેતો હતો.
ભક્તવત્સલ શ્રીનાથજી થી એનો વિરહ સહન થઈ શક્યો નહીં. એ દરમિયાન શ્રી ગિરીરાજ ઉપર યવન બાદશાહ નો ત્રાસ વધી જતાં શ્રીનાથજી, પોતાના પ્રિય સેવકો સાથે, ટોંડનો ઘનો નામના આ સધન વૃક્ષા વલીથી જડિત સ્થાનમાં સંવત ૧૫૫૨ ના શ્રાવણ સુદ તેરસ ને બુધવારના રોજ પધાર્યા . ' શ્રીનાથજી પધાર્યા, શ્રીનાથજી પધાર્યા ના મંગળ સમાચાર મળતા શ્રી ચતુરનન નાગા ને તેઓશ્રી ના દર્શન કરવાની અત્યંત તાલાવેલી થઇ હતી. શ્રીનાથજી યવનોના ઉપદ્રવ નું કારણ ઉપજાવીને નિજ ભક્ત કે દર્શનામૃતનું દાન કરવા સ્વંય તેમની પાસે પધાર્યા. શ્રીનાથજી અને તેમના સેવકો માટે આ વનમાં પ્રવેશો મુશ્કેલ હતું. આ વનમાં કાંટા અને ગોખરુ વિપુલ પ્રમાણમાં હોવાથી ત્યાં આવનાર સર્વે વૈષ્ણવો ને પગમાં કાંટા વાગ્યા તથા તેમના વસ્ત્રો પણ ફાટી ગયાં. શ્રીનાથજી ને ત્યાં પધારેલા જોઈ ચતુરનાગા પોતાનાં અહોભાગ્ય માની તેમના ચરણોમાં ઢળી પડ્યો. શ્રીનાથજી પધારતાં તેણે મહાન ઉત્સવ મનાવ્યો. વનમાંથી તાજા કંકોડા (કંટોળા)વીણી લાવીને તેનું શાક સિદ્ધ કર્યું અને શીરો બનાવી કંકોડાનું શાક અને શીરા નો શ્રીનાથજીને ભોગ ધર્યો. ત્યારથી પુષ્ટિ સંપ્રદાયમાં શ્રાવણ સુદ તેરસના દિવસે પ્રભુને કંટોલા નુ શાક અને શીરો ધરવાની પ્રથા ચાલુ થઈ છે. શ્રાવણ સુદ તેરસ ના દિવસને આપણે કંકોડા તેરસ તરીકે ઓળખીએ છીએ

શ્રીનાથજીએ પ્રેમથી વનવાસી વૈષ્ણવ ભક્ત ચતુર નાગાનો ભોગ સ્વીકારી પૂછ્યું, 'હે તપસ્વી વૈષ્ણવ વનમાં તું આવી ઉગ્ર તપશ્ર્ચર્યા કેમકરે છે? ઉત્તરમાં શ્રી ચતુર નાગાએ જણાવ્યું કે, 'હે ગોવર્ધનનાથજી, ટોડ ગામ માં વરસાદના અભાવે ગરીબ ખેડૂતોનાં કુટુંબો હેરાનગતિ ભોગવે છે. તેઓ ભૂખે મરે છે. મારાથી એમનું દુઃખ જોયું જતું નથી એટલે હું આ ભયજનક ઝાડીમાં તપ કરું છું' શ્રીનાથજીએ ઉત્તરમાં કહ્યું કે ' તું અહીંથી જઈને તારા ગામના ખેડૂતોને હવે પૂછી જોજે કે , તેઓ સુખો છે કે દુઃખી?  આટલું કહીને શ્રીનાથજી ગોવર્ધન પર્વત ઉપર પધારી ગયા . શ્રી ચતુર નાગાએ તરત જ પોતાના ગામમાં જઈ ખેડૂતોનાં ખેતરોમાં પગ મૂકતાંની સાથે જ અજાયબી અનુભવી કેમકે જે ખેતરો થોડા મહિનાઓ પહેલા એને સુક્કા ભઠ્ઠ જોયા હતાં તે શ્રીનાથજી પ્રભુના પુનિત પગલાં પછી લીલાંછમ હરિયાળાં જોયાં. ભક્ત પ્રત્યે શ્રીનાથજી પ્રભુની કેવી અદભૂત કૃપા પ્રભુ તો ભાવના ભૂખ્યા છે. અને ભાતભાતનાં મિષ્ટાન ઘરો કે સૂકો રોટલો ઘરો પણ ભાવ વિના મોંઘું મિસ્ટાન પણ પ્રભુ આરોગતા નથી. એટલે એ ઘરવાનો કશોજ અર્થ રહેતો નથી. શ્રીજીની લીલાના દર્શન કરી ધન્ય થયેલા શ્રી ચતુરા નાગા ને આપણા પ્રણામ
સંકલન: જયદીપ ગઢીઆ. મુંબઈ.

 દેખ્યો' રી મેં સુંદર શ્યામ સ્વરૂપ(1994)
પુષ્ટિમાર્ગીય પુસ્તકથી આ વિગત અને ચિત્રજી અપાય છે.

https://www.facebook.com/pushtisaajshringar
https://www.pushtisaajshringar.com/
 

No comments:

Post a Comment

व्रज – माघ शुक्ल चतुर्थी

व्रज – माघ शुक्ल चतुर्थी  Sunday, 02 February 2025 बसंत-पंचमी श्री मुकुन्दरायजी (काशी) का पाटोत्सव, श्री दामोदरदासजी हरसानी का प्राकट्य दिवस...