આજનો સત્સંગ
પુષ્ટિ માર્ગ માં નામ સ્મરણનો મહિમા છે?
હા. પ્રભુનું નામ લેવુ એટલે પ્રભુને સંદેશો મોકલવો.
નામ સ્મરણનો મહિમા મોટો છે.
એનું કારણ એ છે કે નામ જેના મુખમાં હશે તે મુખ અપશબ્દ નહિ બોલે.
નામ કાનમાં જશે તો કાન કોઈની નીંદા નહિ સાંભલે.
નામ આંખમાં હશે તો આંખ ભગવદ્ દર્શન કરશે.
નામ હાથમાં હશે તો હાથ કોઈનું અહિત નહીં કરે.
નામ કપાલે હશે તો કોઈના વિશે ખરાબ વિચારો નહીં આવે.
નામ સ્મરણથી અંતરનો મેલ ધોવાય છે.
નામ લેવા ખાતર લેવાનું નથી. તેમાં વિશ્વાસનો રણકો હોવો જોઈએ.
શ્રીગુંસાઇજી અને હરિરાયજી પણ નામ સ્મરણ કરતાં હતા.
નામ સ્મરણની અસર પશુ, પક્ષી, જલ, સ્થળ સર્વ ઉપર થાય છે.
સવારમાં પ્રભુનું નામ લેવુ તે સંકલ્પ છે. અને રાતે પ્રભુનું નામ લેવું તે સરવૈયું છે.
નામ સ્મરણ નિયમિત લેવું જોઈએ.
પ્રભુનાં નામ સ્મરણથી જ દિવસની શરૂઆત કરવી જોઈએ.
No comments:
Post a Comment