હિંડોળા
માઇ ફૂલકો હિંડોરો બન્યો ફૂલ રહી યમુના
ફૂલનકો ખંભ દોઉ ફૂલનકી ડાંડી ચાર
ફૂલનકી ચૌકી બની. હીરા જગમગના
ફૂલે અતિ બંસીબટ ફૂલે યમુનાતટ
સબ સખી ચહું ઓરેં ઝુલવત થોંરે થોંરે
‘નંદદાસ’ ફૂલે જહાં મન ભયો લગના.
ભારતીય સંસ્કૃતિ વૈદિક પરંપરા અને શાસ્ત્રો પરઆધારિત છે.આનંદની અનૂભૂતિ મેળવવી એ મનુષ્યજીવનનુ ધ્યેય છે.ભારતીય તહેવારો હ્રદયના આનંદઉલ્લાસને પ્રગટ કરવાનું માધ્યમ છે.
ભારતના દરેકપ્રાંતમા લોકો વર્ષ દરમિયાન પર્વ તહેવાર ઉજવતા હોય છે.પ્રત્યેક તહેવારોનું પોતાનુ મહત્વ હોય છે અને માહત્ય પણ.હોય છે.ધર્મિક તહેવારો કે પર્વને’ઉત્સવ’ કહેવાય છે.
ઉત્સવ આપણને રોજીંદા જીવનવ્યવહારમાંથી કઇં નવુ બક્ષે છે જેથી જીવનમાં શુષ્કતા રહેતી નથી.
શ્રીવલ્લભાચાર્ય રચિત પુષ્ટિ માર્ગમાઉત્સવોનું અનેરૂસ્થાન છે.પુષ્ટિમાર્ગ માં આરાધ્ય પરમાત્મા શ્રીકૃષ્ણનુંબાળ સ્વરૂપ છે.નંદવંદન યશોદોત્સંગ લાલિત વ્રજેશ્વેર શ્રીકૃષ્ણ ની સેવા થાય છે.
પુષ્ટિમાર્ગમાં નંદકુંવર કનૈયાનું લાલન પાલન નંદ -યશોદા અને વ્રજવાસીઓ કરતાં, એ રીતે સેવા પ્રણાલીમાં આવરીલેવામાં આવી છે.બાળકૃષ્ણની સેવા રસાનંદનો આનંદઆપે છે.પુષ્ટિમાર્ગમાં વિવિધ ઉત્સવોનુંઆયોજન થાય છે.
શ્રી ગુંસાઈજીએ પુષ્ટિસેવા પ્રણાલીમાં રાગ,ભોગઅને શૃંગારનો સમન્વય કરી સુંદર પરંપરા સ્થાપિતકરી છે. બારે માસના ઉત્સવ નિશ્ચિત કર્યા છે.ભગવાન ઉત્સવોના સમયે દર્શનોમાં અપૂર્વ રસદાન કરે છે.નેત્રોને સુખ પ્રાપ્ત થાય છે. પરમાનંદની પ્રાપ્તી થાય છે.
પુષ્ટિમાર્ગમાં ઉત્સવોનો આધાર શ્રીભદ્ ભાગવત છે. શ્રીકૃષ્ણની વિવિધ લીલાઓનું સ્મરણ કરાવે છે.
શ્રીકૃષ્ણ રસાત્મક છે.
વર્ષા ઋતુના આગમનથી પ્રકૃતિસોળે કળાએ ખીલી ઉઠે છે માનવી જ નહી ભગવાનનુ મન પણ મોહીત થઇ જાય છે. અષાઢ શ્રાવણમામેઘનુ આગમન, રીમઝીમ વરસાદ, વીજળીના ચમકાર, મંદ મંદ વાતો પવન, આવા સમયે શ્રીકૃષ્ણહિંડોળે બિરાજે છે. સંધ્યા સમયે પ્રભુના હિંડોળાનીરેશમી દોરી ઝાલી પ્રભુને હિચોળવા ભક્તો અધીરા થાય છે. સંતો ભક્તો ઝાઝ, પખાલ, મંજીરા, ઢોલકના તાલેહિંડોળાના પદ ગાઇ પ્રભુને આનંદ કરાવે છે તેમજ સ્વંય આનંદ પામે છે. શ્રીકૃષ્ણે રાધાજી અને ગોપીઓસાથે રાસ રમીને જે લીલા કરી હતી તેની સ્મૃતિ તાજી કરી હરિને હ્રદયમાં બેસાડી હિંડોળે ઝુલવવામાઆવે છે.
પુષ્ટિમાર્ગ હવેલી,સ્વામીનારાયણ સંપ્રદાયમાઅને ઇસ્કોન મંદિરમા હિંડોળા સજાવાય છે.
સામાન્ય રીતે અષાઢ વદ એકમથી હિંડોળા પ્રારંભથાય છે.ત્યાર પછી ત્રીસ દીવસ સુધી વિવિધ પ્રકારનાહિંડોળા થાય છે. ફળફૂલ, શાકભાજી, તુલસી, રાખડી, પવિત્રા, જરદોસી, મોતી, આભલાં, સૂકામેવા ના હિંડોળાના શણગાર થાય છે.
હિંડોળા ઉત્સવ એટલે પ્રભુના સામીપ્યનો ઉત્સવ વ્રજમા ૫૨ વન અને ૨૪ ઉપવન છે તેના આધારે શ્રી કૃષ્ણની વિવિધ લીલાઓનો ભાવ હિંડોળામા પ્રગટ થાય છે. ગોપીઓને યુગલ સ્વરૂપનોઆનંદ લેવડાવે છે, દેવીઓને નિકુંજ અને ઋતુનોઆનંદ લેવડાવે છે.
હિંડોળાનું પદ
દંપતી ઝૂલત સુરંગ હિંડોળે
ગૌર શ્યામ તન અતિ છબિ રાજત જાનો ધનદામિની અનહોરે, વિદ્રુમખંભ જટિતનગ પટુલી કનક ડાંડી શોભા દેત ચહું ઓરે
‘ગોવિંદ’ પ્રભુકો દેખ લલિતાદિક હરખ હસત સબ નવલકિશોરે.
No comments:
Post a Comment