By Vaishnav, For Vaishnav

Friday, 13 November 2020

કોનો સંગ કરવો

કોનો સંગ કરવો

શ્રવણ-કીર્તન માં સાવધાન બની રહેવું અને જવું. તો કોનો સંગ કરવો? શ્રી હરિરાયચરણે શિક્ષાપત્ર માં સંગ કરવા લાયક ભગવદીયો ના લક્ષણો બતાવ્યા. 

નિરપેક્ષા: જેને ધન, પ્રતિષ્ઠા, માન કે મોટાઈ ની કોઈ અપેક્ષા ન હોય, કેવળ નિષ્કામ ભાવે પોતાના હૃદય માં બિરાજતા પ્રભુ ની પ્રસન્નતા કાજે જ ભગવદ્દ ગુણાનુવાદ ગાય છે, એવા નિરપેક્ષ ભગવદીયો પાસે થી સત્સંગ નું શ્રવણ કરવું. 

કૃષ્ણજના: જે કૃષ્ણ ના બની ગયા છે, એટલે કે જે સેવા અને સ્મરણ બન્ને કરે છે, એમના મુખ થી ભગવદ્દવાર્તા સાંભળવી. 

નિજાચાર્યપદાશ્રીતા: શ્રીમહાપ્રભુજી ના દ્રઢ આશ્રય વાળા હોય, સિદ્ધાંતનિષ્ઠ હોય, શ્રીમહાપ્રભુજી ના સિદ્ધાંત પ્રમાણે ચાલનારા હોય તેમની પાસે બેસી ને સત્સંગ કરવો.

ભાગવતત્ત્વજ્ઞા:શ્રી ભાગવત ના અલૌકિક તત્વ ને જાણનાર હોય એમનો સત્સંગ કરવો.

આવા ભગવદીયો ને શોધવા ક્યાં ? ભૂતલ ઉપર આવા ભગવદીયો મળવા દુર્લભ છે. તો ત્યારે શું કરવું ?ત્યારે શ્રીહરિરાય ચરણ સમજાવે છે,  શ્રીમહાપ્રભુજી ના ગ્રંથો નો સ્વાધ્યાય, સત્સંગ કરવો, અષ્ટાક્ષર મંત્ર "શ્રીકૃષ્ણ શરણં મમ " નું રટણ કરવું, પરંતુ જ્યાં ત્યાં સમજ્યા વિના શ્રીમહાપ્રભુજી ના નામે ચાલતા સત્સંગ માં દોડ્યા ન જવું, દુસંગ માં ફસાઈ ન જઈએ એટલે જોઈ વિચારી ને સંગ કરવો. આમ કરવાથી શ્રીકૃષ્ણ માં રુચિ જાગશે, કૃષ્ણ નામ અને રૂપ માં રસ જાગશે, કૃષ્ણ પ્રત્યે પ્રેમ જન્મશે અને એમાથી કૃષ્ણ ને પામવા ની ઉત્કટ આર્તિ ( ઈચ્છા ઉત્કટતમ બને ત્યારે એનુ નામ આર્તિ. કોઈ પણ વસ્તુ મેળવવા ની ઉત્કટતમ ઈચ્છા એટલે આર્તિ) તાપ કલેશ થતા ભગવદ્દભાવ ની વૃદ્ધિ થશે. ભગવદ્દ- આર્તિ થી ભગવદ્દભાવ વધે છે. આવી ભગવદ્દ આર્તિ 84-252 ભગવદીયો એ સેવી છે. 
"જો લો હરિ આપુનપે ન જનાવે તો લો માર્ગ કો સિદ્ધાંત પઢે સુને નહિ આવે"

No comments:

Post a Comment

व्रज – माघ शुक्ल तृतीया

व्रज – माघ शुक्ल तृतीया  Saturday, 01 February 2025 इस वर्ष माघ शुक्ल पंचमी के क्षय के कारण कल माघ शुक्ल चतुर्थी के दिन बसंत पंचमी का पर्व ह...