By Vaishnav, For Vaishnav

Thursday, 24 December 2020

પરમાનંદ

શ્રીગુંસાઈજીના ૨પર સેવક વૈષ્ણવોમાં ૩૨ મા સેવક વૈષ્ણવ એક કુંભાર સેવક ગુજરાતનો જે સાત્વીક ભકત છે લીલામાં એનુ નામ 'પરમાનંદ' છે એક વખત શ્રીગુંસાઈજી ગુજરાત પધાર્યા તે વખતે પહેલી વખત શ્રીગુંસાઈજીના દર્શન આ કુંભારને થયા એ સાથે જ સાષ્ટાંગ દંડવત કરી હાથ જોડી શ્રીગુંસાઈજીને વીનંતી કરીને કહે આપ કૃપા કરી મને નામ સંભળાવો (નામ દીક્ષા આપો) ત્યારે શ્રીગુંસાઈજી કરૂણા નીધાનને દયા આવી ગઈ તેથી એ કુંભારને કહ્યું જો તુ ન્હાઈને નવી ધોતી અને નવો ઉપરણો ઓઢીને આવે તો હુ નામ સંભળાવીશ ત્યારે એ કુંભાર ગયો ન્હાઈને નવી ધોતી પહેરીને નવો ઉપરણો ઓઢીને આવી પ્રભુની સન્મુખ ઉભો રહ્યો ત્યારે શ્રીગુંસાઈજી આપે કૃપા કરી એને નામ સંભળાવ્યું પછી શ્રીગુંસાઈજી દ્વારીકા જઈ શ્રી રણછોડજીના દર્શન કરીને શ્રીગોકુલ પધાર્યા અને શ્રી નવનીતપ્રીયજીના રાજભોગ આર્તીના દર્શન કર્યા તે પછી થોડા દીવસ બાદ ચાચા હરિવંશજી દ્વારકા પ્રવાસે ગયા ત્યારે ગુજરાતમાં  એ કુંભારના ઘેર ચાચાહરિવંશજી ગયા ત્યારે કુંભારના ઘરમા સામગ્રી સિધ્ધ કરવા જેટલુ સીધુ નહોતુ તેથી તે બજારમાં ગયો ત્યારે એક જમીનદારે આ કુંભારને મજૂરી માટે નક્કી કરવા બોલાવી કહ્યુ કે તુ અડધો કુવો ખોદેલો છે તે પુરો ખોદવાનો છે તો તુ તે કુવો ખોદી આપીશ ? ત્યારે કુંભાર કહે હા હા કુવો ખોદી આપીશ પણ આજે નહી પણ ચાર દીવસ પછી ખોદીશ પણ અત્યારે રૂપીયા આપો કહી રૂપીયા લઈ કાચુ સીધુ સામગ્રી બજારથી લઈને ઘેર આવી ચાર દીવસ સુધી વીનંતી કરી કરીને ચાચાહરિવંશજીને પોતાને ઘેર રાખ્યા પછી શ્રીહરિવંશજી ધ્વારીકા જવા માટે ચાલ્યા અને પાંચમે દિવસે એ કુંભાર જમીનદાર નો કુવો ખોદવા લાગ્યો તે વખતે કુવામા ખુબજ ઉંડો ખાડો કરતા કરતા એમની ઉપર હજારો મણ માટી પડી અને એ દટાઈ ગયો ત્યારે બોલવા લાગ્યો 'શ્રીવલ્લભ' 'શ્રીવીઠલ' પણ એની આસપાસ પોલાણ રહી ગયું તેથી સતત એ જ જાપ કરવા લાગ્યો આ કુંભારના ઘરમા રોકકળ થવા લાગી એક જણ દોડતો જઈ રસ્તામાં જઈ રહેલા ચાચા હરિવંશજીને પાછા લઈ આવ્યા અને ચાચાજીએ કુવાની માટી કઢાવી જીવતા જ કુંભાર નીકળ્યા પછી ચાચાજી ત્યાંથી દ્વારીકા ગયા ભાવ પ્રકાશમાં શ્રીહરિરાયજી સમજાવે છે કે ભગવદીય વૈષ્ણવ ઘેર આવે તેનુ સ્વાગત સારી રીતે અને સ્નેહ પૂર્વક કરવુ દ્રવ્યના હોય તો ઉધાર લાવીને પણ સમાધાન કરવુ કારણકે ભગવદીય ન કૃપાથી સદા સર્વદા કલ્યાણ જ થાય છે કુંભાર નો જીવ બચી ગયો. ભગવદીયની સેવાનો આવો મહીમા છે. 

એક દીવસ કુંભાર વૈષ્ણવની પત્ની કુંભારણનો ભાઈ ઘરે આવ્યો ત્યારે કુંભારણીએ એના ભાઈને ખવડાવવા મેવા મીશ્રી નાખીને લાડવા કર્યા અને પીવાનુ પાણી ન હતું તો કુંભારણી ભરવા ગઈ એનુ મન તો લાડવામાં હતુ એટલી જ વારમાં બે કુંભાર વૈષ્ણવ આવ્યા એ બંને વૈષ્ણવ કુંભારને આ વૈષ્ણવ કુંભારે લાડવા ખવડાવી દીધા અને જ્યાં પાણી ભરીને પાછી આવી તે જુએ કે મારા ભાઈને માટે બનાવેલા લાડવા આ બે વૈષ્ણવ કુંભારને ખવડાવી દીધા એ જોઈને ખુબજ રોષે ભરાઈ ગઈ પછી પોતાના ભાઈને માટે રોટલી કરીને ખવડાવી અને આ કુંભારવૈષ્ણવની એવી ઇચ્છા રહેતી કે કંઈ પણ સારી વસ્તુ હોય તે વૈષ્ણવને આપી દે જેમાં વાસણ કપડા હોય તે પણ આપી દે ત્યારે તેની પત્નીએ બીજા કુંભાર સાથે નાત્રુ કર્યુ (ઘર માંડ્યુ, ) ત્યારે આ કુંભાર વૈષ્ણવ ખુબજ પ્રસન્ન થયો પછી દુકાળ પડ્યો ત્યારે કુંભાર અને એનો બીજવર ભુખે મરવા લાગ્યા અને હવે તો કુંભાર વૈષ્ણવને ત્યાં તો નીત્ય વૈષ્ણવો ભેગા થાય અને મંડલી કરે ત્યારે પેલી કુંભારણ આવીને પગે પડીને કહે કે મને તમારા ઘરમાં રાખો ત્યારે આ કુંભાર વૈષ્ણવે કહ્યુ કે હવે તો ઘરમાં નથી જ આવવાનું પણ ભલે ઘરની બહાર (આંગણામાં) રહેજે અને રોજે પ્રસાદ ખાજે (ભાવ પ્રકાશમાં સમજાવે છે કે કુંભારણ ધર્મની વીરોધી છે તેથી એના સંગથી મન બગડે તો બહીર્મુખ થઈ જવાય તેથી એને ઘરમાં પ્રવેશ ના આપ્યો સાથે સાથે વૈષ્ણવનો એ ધર્મ છે કે જીવ માત્ર પર દયા રાખવી એમાંય આતો સ્ત્રી છે તેથી જીવે ત્યાં સુધી પ્રસાદ લેવાનું કહ્યુ.

No comments:

Post a Comment

व्रज – माघ शुक्ल तृतीया

व्रज – माघ शुक्ल तृतीया  Saturday, 01 February 2025 इस वर्ष माघ शुक्ल पंचमी के क्षय के कारण कल माघ शुक्ल चतुर्थी के दिन बसंत पंचमी का पर्व ह...