*પ્રશ્ન ૧: શ્રીગુસાંઇજી નું પ્રાગટ્ય ક્યાં અને ક્યારે થયું હતું?*
*જવાબ ૧: શ્રીગુસાંઇજી નું પ્રાગટ્ય ચરણાટ માં સંવત ૧૫૭૨ માં પોષ વદ નોમ ને દિવસે થયું હતું.*
*પ્રશ્ન ૨: શ્રીગુસાંઇજી ના માતા-પિતા નું અને મોટાભાઈ નું નામ શું હતું?*
*જવાબ ૨: શ્રીગુસાંઇજી ના માતા નું નામ શ્રીમહાલક્ષ્મી વહુજી અને પિતા નું શ્રીમહાપ્રભુજી અને મોટાભાઈ નું નામ શ્રીગોપીનાથજી હતું.*
*પ્રશ્ન ૩: શ્રીગુસાંઇજી નું મૂળ નામ શું હતું?*
*જવાબ ૩: શ્રીગુસાંઇજી ના મૂળ નામ 'શ્રીવિઠ્ઠલનાથજી' હતું.*
*પ્રશ્ન ૪: શ્રીગુસાંઇજી એ કેટલા વર્ષે પોતાનો સર્વ વિદ્યા અભ્યાસ પૂર્ણ કર્યો હતો?* *જવાબ ૪: શ્રીગુસાંઇજી એ દશ વર્ષ ની ઉંમરે જ પોતાનો સર્વ અભ્યાસ પૂર્ણ કર્યો હતો.*
*પ્રશ્ન ૫: શ્રીગુસાંઇજી ને બીજી કઈ કળાઓ નો શોખ હતો?* *જવાબ ૫: શ્રીગુસાંઇજી ને નૃત્ય, સંગીત, ચિત્રકળા તથા ઘોડેસવારી નો ખુબ શોખ હતો.*
*પ્રશ્ન ૬: શ્રીગુસાંઇજી ના સમય માં કયા રાજા નું રાજ્ય હતું?* *જવાબ ૬: શ્રીગુસાંઇજી ના સમય માં મોગલ બાદશાહ 'અકબર' નું રાજ્ય હતું.*
*પ્રશ્ન ૭: શ્રીગુસાંઇજી એ સૌપ્રથમ કયા સ્ત્રોત ની રચના કરી હતી?* *જવાબ ૭: ૪: શ્રીગુસાંઇજી એ સૌપ્રથમ 'શ્રીસર્વોત્તમ સ્ત્રોત' ની રચના કરી હતી.*
*પ્રશ્ન ૮: શ્રીગુસાંઇજી ના બે પત્ની (વહુજી) ના નામ આપો.* *જવાબ ૮: શ્રીગુસાંઇજી ના પ્રથમ પત્ની નું નામ 'શ્રીરુકમણી વહુજી' અને બીજા પત્ની નું નામ "શ્રીપદ્માવતી વહુજી' હતું.*
*પ્રશ્ન ૯: શ્રીગુસાંઇજી ના કેટલા બાળકો હતા? તેમના નામ શું હતા?* *જવાબ ૯: શ્રીગુસાંઇજી ના સાત પુત્રો અને ચાર પુત્રીઓ હતી. સાત પુત્રો ના નામ: ૧. શ્રીગીરીધરજી ૨. શ્રીગોવિંદલાલજી ૩. શ્રીબાલકૃષ્ણલાલજી, ૪. શ્રીગોકુલનાથજી ૫. શ્રીરઘુનાથજી ૬. શ્રીયદુનાથજી ૭. શ્રી ઘનશ્યામલાલજી ચાર પુત્રીઓ ના નામ: ૧. શ્રીશોભાબેટીજી ૨. શ્રીયમુનાબેટીજી ૩. શ્રીકમલાબેટીજી ૪. શ્રીદેવકીબેટીજી*
*પ્રશ્ન ૧૦: શ્રીગુસાંઇજી એ મથુરા માં સાતેય પુત્રો માટે બનાવેલા ઘર નું નામ શું છે?* *જવાબ ૧૦: સાતધરા*
*પ્રશ્ન ૧૧: અકબર બાદશાહે શ્રીવિઠ્ઠલનાથજી ને કઈ પદવી આપી હતી જેને લીધે આપશ્રી શ્રીગુસાંઇજી તરીકે પ્રસિદ્ધ થયા?* *જવાબ ૧૧: અકબર બાદશાહે આપશ્રી ને 'ગોસ્વામી' ની પદવી આપી હતી.*
*પ્રશ્ન ૧૨: શ્રીગુસાંઇજી ના મુખ્ય સેવકો કેટલા હતા?* *જવાબ ૧૨: શ્રીગુસાંઇજી ના મુખ્ય ૨૫૨ સેવકો હતા. જેમની ૨૫૨ વૈષ્ણવો ની વાર્તાઓ પ્રસિદ્ધ છે.*
*પ્રશ્ન ૧૩: પુષ્ટિમાર્ગ ની સ્થાપના કોણે કરી અને તેનો વિસ્તાર કોણે કર્યો?* *જવાબ ૧૩: પુષ્ટિમાર્ગ ની સ્થાપના શ્રીમહાપ્રભુજી એ કરી અને તેનો પ્રચાર અને પ્રસાર-વિસ્તાર શ્રીગુસાંઇજી એ કર્યો.*
*પ્રશ્ન ૧૪: શ્રીઠાકોરજી ની સેવામાં પ્રીતિ વધારવા માટે શ્રીગુસાંઇજી એ વૈષ્ણવોને (પુષ્ટિમાર્ગમાં) શું આપ્યું?* *જવાબ ૧૪: શ્રીગુસાંઇજી એ શ્રીઠાકોરજી ની સેવા માં 'રાગ, ભોગ અને શૃંગાર' આપ્યા.*
*પ્રશ્ન ૧૫: શ્રીગુસાંઇજી નો જન્મદિવસ સૌપ્રથમ ધામધૂમ થી કોણે ઉજવ્યો હતો અને તે ઉત્સવ ને શું કહેવાય છે?* *જવાબ ૧૫: શ્રીગુસાંઇજી નો જન્મદિવસ સૌપ્રથમ શ્રીગોવર્ધનનાથજી (શ્રીઠાકોરજી) એ ધામધૂમ ઉજવ્યો હતો અને તે 'જલેબી ઉત્સવ' તરીકે ઉજવાય છે.*
*પ્રશ્ન ૧૬: શ્રીગુસાંઇજી ને શ્રીગોવર્ધનનાથજી ની સેવા માં છ (૬) માસ નો વિરહ કોણે આપ્યો હતો?* *જવાબ ૧૬: શ્રીગુસાંઇજી ને શ્રીગોવર્ધનનાથજી ની સેવા માં છ (૬) માસ નો વિરહ ' શ્રીકૃષ્ણદાસ અધિકારી' એ આપ્યો હતો.*
*પ્રશ્ન ૧૭: આ છ માસ ના વિરહ દરમ્યાન શ્રીગુસાંઇજી એ શેની રચના કરી હતી?* *જવાબ ૧૭: શ્રીગુસાંઇજી આ છ માસદરમ્યાન 'વિજ્ઞપ્તિ' ની રચના કરી જે ૯ વિજ્ઞપ્તિ છે.*
*પ્રશ્ન ૧૮: શ્રીગુસાંઇજી ની કુલ કેટલી બેઠકજી છે?* *જવાબ ૧૮: શ્રીગુસાંઇજી ની કુલ ૨૮ બેઠકજી છે.*
*પ્રશ્ન ૧૯: શ્રીગુસાંઇજી ની ગુજરાત માં કેટલી બેઠકજી છે?* *જવાબ ૧૯: શ્રીગુસાંઇજી ની ગુજરાત માં ૭ (સાત) બેઠકજી છે.*
*પ્રશ્ન ૨૦: શ્રીગુસાંઇજી એ જીવન માં એક નિયમ લીધો હતો જે પૂરો થયા વગર તેઓ જમતા નહોતા. તો તે નિયમ કયો હતો?* *જવાબ ૨૦: શ્રીગુસાંઇજી એ દરરોજ બે જીવો ને શરણે લેવા નો નિયમ લીધો હતો જે પૂરો થયા વગર તેઓ જમતા નહોતા.*
*પ્રશ્ન ૨૧: શ્રીગુસાંઇજી એ સ્થાપેલા 'અષ્ટછાપ શખા મંડળ' માં કુલ કેટલા કીર્તનકારો હતા? તેમના નામ આપો.* *જવાબ ૨૧: શ્રીગુસાંઇજી ના 'અષ્ટછાપ શખા મંડળ' માં કુલ ૮ (આઠ) કીર્તનકારો હતા. ૧. સુરદાસજી ૨. પરમાનંદદાસજી ૩. કુંભનદાસજી ૪. શ્રીકૃષ્ણદાસજી ૫. ગોવિંદસ્વામી ૬. છીતસ્વામી ૭. ચતુર્ભુજદાસજી ૮. નંદદાસજી*
*પ્રશ્ન ૨૨: ભંડાર માં ઘણું દ્રવ્ય ભેગું થઇ જવા થી પ્રભુ ના સુખ માટે તેનો ઉપયોગ કરવા શ્રીગુસાંઇજી એ પુષ્ટિમાર્ગમાં સૌ પ્રથમ વખત શેનો મનોરથ કર્યો હતો?* *જવાબ ૨૨: શ્રીગુસાંઇજી એ સૌ પ્રથા વખત માગસર સુદ પૂનમ ના રોજ છપ્પનભોગ નો મનોરથ કર્યો હતો.*
*પ્રશ્ન ૨૩: જગન્નાથપૂરી ની યાત્રા પછી શ્રીગુસાંઇજી એ પુષ્ટિમાર્ગ માં સેવા માં શેનો ઉત્સવ અપનાવ્યો?* *જવાબ ૨૩: જગન્નાથપૂરી ની યાત્રા પછી શ્રીગુસાંઇજી એ રથયાત્રા નો ઉત્સવ અપનાવ્યો.*
*પ્રશ્ન ૨૪: શ્રીગુસાંઇજી એ શ્રીયમુનાજી વિષે કયા સ્તોત્ર ની રચના કરી?* *જવાબ ૨૪: શ્રીગુસાંઇજીએ 'યમુનાષ્ટપદી' ની રચના કરી.*
*પ્રશ્ન ૨૫: શ્રીગુસાંઇજી ના રાજવંસી સેવકો માંથી કોઈપણ પાંચ ના નામ આપો.* *જવાબ ૨૫: બીરબલ, ટોડરમલ, રાજા માનસિંહ, રાજા આશકરણ, ધોળકા ના રાણી લાછબાઈ, મેવાડ ના રાણી અજબકુંવરીજી, રાજા જોતસિંહ રૂપમંજરી.*
*પ્રશ્ન ૨૬: શ્રીગુસાંઇજી એ શામાં પ્રવેશ કરી સદેહે આસુરવ્હ્યોમ લીલા કરી?* *જવાબ ૨૬: શ્રીગુસાંઇજી એ શ્રી ગોવર્ધન ની તળેટી ગીરીરાજ માં પ્રવેશ કરી સદેહે આસુરવ્હ્યોમ લીલા કરી.*
*પ્રશ્ન ૨૭: શ્રીગુસાંઇજી એ જયારે સદેહે આસુરવ્હ્યોમ લીલા કરી ત્યારે તેમણે પોતાના કયા સેવક ને પોતાની સાથે સદેહે લીલા માં લઇ ગયા?* *જવાબ ૨૭: શ્રીગુસાંઇજી શ્રીગોવિંદસ્વામી ને પોતાની સાથે લીલા માં લઇ ગયા.*
*પ્રશ્ન ૨૮: શ્રીગુસાંઇજી કેટલા વર્ષ સુધી ભૂતલ પર બિરાજ્યા હતા?* *જવાબ ૨૮: શ્રીગુસાંઇજી ૭૨ વર્ષ સુધી ભૂતલ પર બિરાજ્યા હતા.*
*પ્રશ્ન ૨૯: શ્રીગુસાંઇજી ના ૧૦૮ નામો વાળા સ્તોત્ર નું નામ શું છે?* *જવાબ ૨૯: 'નામ રત્નાખ્ય સ્તોત્ર'*
*પ્રશ્ન ૩૦: શ્રીગુસાંઇજી એ કયા સ્વરૂપ ની સેવા કરી હતી? તે હાલ માં ક્યાં બિરાજે છે?* *જવાબ ૩૦:શ્રીગુસાંઇજી એ 'શ્રીનવનીતપ્રિયાજી' ની સેવા કરી હતી જે તે હાલ માં શ્રીનાથજી (નાથદ્વારા) માં બિરાજે છે.*
*પ્રશ્ન ૩૧: શ્રીગુસાંઇજી ના ૨૫૨ વૈષ્ણવો પૈકી કોઈપણ પાંચ સેવકો ના નામ આપો.* *જવાબ ૩૧: શ્રીગુસાંઇજી ના મુખ્ય ૨૫૨ સેવકો પૈકી નાગજી ભટ્ટ, ચાચા હરિવંસજી, કૃષ્ણદાસ ભટ્ટ, ગોવિંદસ્વામી, છીતસ્વામી આ પાંચ સેવકો હતા..*
*પ્રશ્ન ૩૨: શ્રીગુસાંઇજી એ પોતાના એક સેવક દ્વારા એક મુસલમાન બાઈ ને શ્રીનાથજી ની સોના ની ઝારીજી માંથી જળ પીવડાવી ને તેના પ્રાણ બચાવ્યા હતા. તે બાઈ નું નામ શું છે?* *જવાબ ૩૨: તે મુસલમાન બાઈ નું નામ કુંજરી હતું.*
No comments:
Post a Comment