શ્રી નાથજીની છત ઉપર ...
સાત ધજા કેમ ફરકે છે ...?
શ્રી નાથજીના મંદિર ઉપર દિવ્ય સુદર્શન ચક્ર શોભે છે. શ્રી નાથજીની ધજાને ‘ઘ્વજાજી’ કહેવામાં આવે છે. શ્રી નાથ દ્વારામાં રાજભોગના દર્શન કર્યા બાદ ઘ્વજાજી ચઢાવવામાં તેમજ ભોગ ધરાવવાની સેવા થાય છે. ઘ્વજાજીના દર્શનથી હૃદયમાં આનંદ થાય છે. શ્રીજીબાવા પ્રસન્ન થાય છે. ઘ્વજાજી સાથે જ સુદર્શન ચક્ર શોભે છે. ઘ્વજાજી એ શ્રી નાથજીનું જ દિવ્ય સ્વરૂપ છે. શ્રીજીના મંદિર ઉપરનો કળશ અને ચક્ર તે ઐશ્વર્ય, ધર્મનું પ્રતિક છે. તેની નીચે ચાર સંિહ છે તે વેદનું સ્વરૂપ છે.
સુદર્શન ચક્ર શ્રી ધર્મનું સ્વરૂપ છે. સુદર્શનને અત્તર અંગીકાર કરાવાય છે તેમજ ભોગ ધરાવવામાં આવે છે છત ઉપર વૈષ્ણવોને જવાની મનાઇ છે.
પરમાનંદ દાસજી પદમાં ગાય છે...
‘‘પદ્ય ધર્યો જન તાપ નિવારન
ચક્ર સુદર્શન ધર્યો કમલ કર,
ભક્તિ કી રક્ષા કે કારન ।। (૧)
શંખ ધર્યો રિપુ ઉદર વિદારન
ગદા ધરી દુષ્ટના સંહારન
ચારો ભુજર ચારુ આયુધ ધરિ
નારાયણ ભુવિ ભાર ઉતારન ।। (૨)
દીનાનાથ દયાલ જગતગુરૂ
આરતિ હરન ભક્ત ચંિતામન
પરમાનંદદાસકો ઠાકુર
યહ ઔસર છોડો જિના ।। (૩)
'સું' એટલે સુંદર-
'દર્શન' એટલે શાસ્ત્ર...
સુદર્શન ચક્ર સર્વ શાસ્ત્રોના સારરૂપ છે. આથી પુષ્પોના સારરૂપ સુગંધીના ભંડારરૂપ અત્તર નિત્ય અંગીકાર કરે છે.
જે વૈષ્ણવો ભાવપૂર્વક અત્તર શ્રઘ્ધાથી સમર્પણ કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે.
કલશ ઉપરનું શ્રી નાથજીનું સુદર્શન ચક્ર છે, ભક્તોની સદાય રક્ષા મનોકામના પૂર્ણ કરે છે તે મહાપ્રભુજીના જ્યેષ્ઠ લાલજી શ્રી ગોપીનાથજીના સ્વરૂપે છે.
મંદિરમાં ચાર ચોક છે.
(૧) ગોવર્ધન પૂજાનો ચોક,
(૨) ફુલ ચોક (ધોલી પટિયા),
(૩) કમલ ચોક,
(૪) રત્ન ચોક.
રતન ચોકમાંથી સીડી વાટે આ સુદર્શન ચક્રના દર્શન માટે જવાય છે. શ્રી ઘ્વજાજી અને કલશ ચાર કોઠાની વચ્ચે છે. મોટો કલશ શ્રી મહાપ્રભુજીનો અને નાનો કલશ શ્રી સ્વામીજીનાં ભાવનો છે. કલશોની નીચેના ચાર સંિહો ધર્મ, અર્થ કામના અને મોક્ષ સ્વરૂપે દેખા દે છે. ઘ્વજાજી વાંસની લાકડીમાં ખોસાય છે. પ્રભુની વાંસળી વેણુ વાંસની બનેલી છે. વાંસ પ્રભુને પ્રિય છે. સાત ઘ્વજાઓ ફરકે છે. આ ઘ્વજાજી ગોપીઓના ભાવથી છે. ઘ્વજાજીનાં વસ્ત્રો ગોપીજનોના વસ્ત્રોના ભાવથી છે.
જે વૈષ્ણવ ઘ્વજાનાં દર્શન કરે તેને શ્રીજી બાવા આશીર્વાદ આપે છે. વ્રજભક્ત શ્રીજીની સન્મુખ કરે છે. માન્યતા મુજબ સુદર્શન ચક્રની અત્તરની પ્રસાદી નિજમણિને માદળિયામાં મુકી બાળકોના ગળામાં રાખે છે. આથી બાળકો કોઇ "મેલી વિદ્યાનો ભોગ બનતા નથી. શ્રીજીબાવા તેનું રક્ષણ કરે છે."
‘સુદર્શન’ ચક્રની પાસે વાંસના ૭ વાંસ શ્રી ગુસાંઇજીના સાત લાલજીના સ્વરૂપો માનવામાં આવ્યા છે.
ઘ્વજાજી સાત રંગોની છે.
(૧) મેધ રંગ - શ્રી નાથજીનો ભાવ,
(૨) પીળો રંગ - શ્રી રાધાજીનો ભાવ,
(૩) શ્યામ રંગ - શ્રી યમુનાજીનો ભાવ,
(૪) સફેદ રંગ - ચંદ્રાવલીનો ભાવ,
(૫) લીલો રંગ - શ્રી રાધા સહચારીણીનો ભાવ,
(૬) જાંબલી રંગ - શ્રી ગિરિરાજજીનો ભાવ,
(૭) ગુલાબી રંગ - શ્રી ગોપીજનોનો ભાવ.
આમ સાત ઘ્વજાઓ. શ્રી નાથજી સકલ લીલા પરિકર સહિત મંદિરમાં બિરાજે છે અને દર્શન કરવા આવનાર વૈષ્ણવોના સુખ પ્રદાન કરે છે.
‘સાત’નો અંક પુષ્ટિ અંક છે.
(૧) પ્રભુએ સાત દિવસ ગોવર્ધન ધારણ ટચલી આંગણી ઉપર કર્યો.
(૨) પ્રભુએ સાત વર્ષની આયુમાં ગોવર્ધન ધારણ કર્યો.
(૩) શ્રી નાથજીનું નામાત્મક સ્વરૂપ સાત પ્રકારે ભાગવત્માં વર્ણન છે ઐશ્વર્ય, વીર્ય, યશ શ્રી સાત વૈરાગ્ય. પ્રભુના સાત ધર્મી સ્વરૂપ છે.
(૪) પ્રભુની ‘વેણું’માં સાત છિદ્રો છે.
(૫) સંગીતના સાત સૂરો છે.
(૬) જીવના સાત રક્ષક તત્ત્વો છે.
(૭) પંચ મહાભુતનું શરીર અને અંતઃકરણ અને આત્મા એમ સાત થાય.
(૮) શ્રી નાથજીનો પાટોત્સવ મહાવદી સાતમે આવે છે.
(૯) સપ્તપદી સાત છે.
(૧૦) સાત વારમાંથી એક વારે સૌએ શ્રીજી ચરણે જવાનું છે.
‘સુદર્શન કવચ’ વૈષ્ણવોની રક્ષા કરે છે. આ કવચનો પાઠ ‘સુદર્શન કવચમ્’ વૈષ્ણવોનો પરમ હિતકારી છે.
‘‘કૃષ્ણ ત્વમાહં શરણાગતઃ
વૈષ્ણવાર્થ કૃતં પાત્ર,
No comments:
Post a Comment