By Vaishnav, For Vaishnav

Friday, 7 August 2020

નાનકડા લાલનુ નામ નવનીત પ્રીયા જી કેમ પડ્યું?

 

નાનકડા લાલનુ નામ નવનીત પ્રીયા જી કેમ પડ્યું?

લાલને માખણ બહુજ પ્રિય છે.કજિયો કરીને પણ યશોદામા માઁ પાસે થી માખણ લે છે. જરાક વિલંબ થાય તો રૂદન કરવા લાગે છે. જમણા હસ્તમાં ઘટ્ટ માખણનો પૈડો પકડી. તે ખાતા ખાતા આંગણામાં ખેલે છે. માખણ ને નવનીત પણ કહેવાય છે. તેથી તેમનું નામ શ્રી નવનીતપ્રિયાજી પડ્યું છે. જેમને નવનીત બહુજ પ્રિય છે તે શ્રીનવનીતપ્રિયાજી. વ્રજભાષામાં 'લાલન'એટલે નાના બાળક અથવા નાના પુત્ર. માટે તેમને લાડમાં સૌ લાલન તરીકે તેમની જય બોલાવે છે '
સારસ્વત કલ્પમાં ગોકુળમાં નંદ-યશોદાને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા તે જ નવનીતપ્રિયાજી. તેમનું સ્વરૂપ છ માસની વયનું છે. બાલલીલાનું સ્વરૂપ છે. તેઓ નંદાલયના આંગણામાં ઘુટણીયાં તાણતાં, કિલકિલા હસતાં ખેલે છે. નંદાલયના આંગણામાં વ્રજરજ છે. ત્યાં ગાયો પણ ખેલે છે. તેમનું ગૌમુત્રથી ભીંજાયેલી વ્રજરજમાં નવનીતપ્રિયાજી ઘુટણીયાં તાણતાં દોળે છે. ત્યારે એ ભીની શ્વેત વ્રજરજ તેમના અંગે લાગવાથી તેમનું શ્રીઅંગ શ્વેત જણાય છે. ક્યારેક તેઓ નાનાં વાછરડાંનાં પૂંછડાં પકડવા જાય છે. ગાય અને વાછરડાંની પાછળ દોડે છે.
મથુરા થી કંશે મોકલેલ રાક્ષસો વાસુદેવના આઠમાં પુત્ર શોધવા ગોકુળ આવતા .તેમ પુતના પણ આવી હતી .નવનીતપ્રિયાજી એ બાળલીલા કરતાં કરતાં ઘડીકમાં તનો સંહાર કરી લીધેલો.એવીજ રીતે એકવાર તૃણાવર્ત નામનો રાક્ષસ વાવાઝોડા નું સ્વરૂપ ધરી લઇને આવેલો લાલને તેને પણ ભોય પછાડેલો.
લાલને પલના બહુજ પ્રિય છે નંદાલયમા રહેતા કુમારીકા ગોપીજનો, માતા યશોદાજી અને વ્રજમાં થી દર્શન ને આવેલા ગોપીજનો સૌ તેમને પલને ઝૂલાવે છે. તેમનાં બાળસ્વરૂપનાં દર્શન કરી પ્રસન્ન થાય છે. તેઓ બાળક હોવાથી મોટે ભાગે એક નાનકડો વાઘો અને મસ્તકે ટોપી ધારણ કરે છે. માતા યશોદાજી તેમને રોજ નવા સુંદર શૃગાર ધરાવે છે નેત્રમાં અંજન આંજે છે. તેમને નવાનવા રમકડા થી ખેલવું બહુ ગમે છે.
એકવાર દૂધ દહીં માખણથી ભરેલા ગાડા નીચે યશોદાએ લાલનને સુવાડયા હતા. આ વજનદાર ગાડાને પોતાના ચરણનો અંગુઠો અડકાડી લાલને ઉધું વાળી દીધું હતું. આ લીલાને'શકટભંજનલીલા'કહેવાય શકટ એટલે ગાડું ભંજન એટલે ભાંગવું આવી અદ્દભૂત લીલાઓ કરનારા છે લાલન છે.
લાલન નાં દર્શન ખુબ ધ્યાન થી કરવા જોઈએ. તેમનું સ્વરૂપ ગૌર વર્ણનું છે.
પણ તેમનું મુખાવિંદ સ્યામ છે.
લાલન ના જમણાં હસ્તમાં માખણ નો લાડુ છે. ડાબો હસ્ત ભૂમિ પર ટેક્યો છે. તેમનો એક ચરણાંવિંદ ઢીંચણમાંથી વડેલો છે. અને બીજો ચરણાંવિંદ ભૂમિ ઉપર ઊભો ધરેલો છે. નંદભવનમાં ભાખોડીયા ભરતાં ભરતાં ઊભા રહી ગયા હોય તેવું લાગે છે. '

 

No comments:

Post a Comment

व्रज - फाल्गुन शुक्ल दशमी

व्रज - फाल्गुन शुक्ल दशमी  Sunday, 09 March 2025 आवत लाल गुपाल लिये सूने,  मग मिली इक नार नवीनी। त्यौं 'रसखानि' लगाई हिय भट् , मौज क...