આશ્રય પદની લીલા
"દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો.."
જયારે આ લીલા થઈ ત્યારે શ્રીમહાપ્રભુજી ભૂતલ પર બિરાજમાન નહોતા.
આપશ્રીએ આસુરવ્યામોહ લીલા કરી ત્યાર પછીની વાત છે. સુરદાસજીની ઉંમર લગભગ ૧૦૦ વર્ષ ઉપર હતી અને તેઓ પરાસૌલી ચંદ્ર સરોવર પધાર્યા હતા.. જીવનની છેલ્લી ઘડીઓ ગણાતી હતી. શ્રીગુંસાઈજી પ્રભુચરણને સમાચાર મળ્યા કે, "સુરદાસજી હવે નિત્યલીલા (ગોલોકધામ)માં પધારવાના છે.."
️શ્રીપ્રભુચરણ અને આપના સેવકો.. વગેરે.. સુરદાસજીના છેલ્લાં દર્શન કરવાં પરાસૌલી પધાર્યા અને શ્રીપ્રભુચરણ એટલું બોલ્યા કે, "पुष्टिमार्ग को जहाज जाईं रह्यो है.. जाको कछुं लेनो होय सों लेलो" કેટલાંય રત્નો, ગુણ સુરદાસજીમાં બિરાજમાન હતાં.. માટે શ્રીગુંસાઈજીએ કહ્યું, કે પુષ્ટિમાર્ગનું જહાજ જાય છે.. જેને જે જોઈતું હોય તે લઈ લો.
આપશ્રી જોડે આપના સેવકોમાં એક કુંભનદાસજીના પુત્ર ચતુર્ભુજદાસજી પણ હતા.. અને એમણે સુરદાસજીને પૂછ્યું કે, "સુરદાસજી તમે તો શ્રીમહાપ્રભુજીની ખૂબ જ અનન્ય ભક્તિ કરી છે પછી આટલા બધા પદો રચ્યાં એ બધા શ્રીઠાકોરજીના. પરંતુ શ્રીમહાપ્રભુજીનુ એક પણ પદ ન રચ્યું, એમ કેમ
️સુરદાસજી કહે, न्यारो देखतो, तो न्यारो गातो.." એટલે કે બંન્ને સ્વરૂપને અલગ જોતો તો બંન્ને માટે અલગ અલગ પદ ગાતો, મારા માટે તો શ્રીજી જ શ્રીવલ્લભ છે.. અને શ્રીવલ્લભ જ શ્રીજી છે. પરંતુ જો તમને આ પ્રશ્ન થયો તો સ્વાભાવિક છે કે વૈષ્ણવ સૃષ્ટિને પણ થશે.. માટે આ લો ચતુર્ભુજદાસ.. શ્રીવલ્લભ માટે પદ ગાવ છું અને "આ પદ મારા સવા લાખ પદનું ફલ છે" એમ કહીં, સુરદાસજીએ શ્રીગુંસાઈજીના ચરણોમાં પોતાનો હસ્ત રાખ્યો અને શ્રીમહાપ્રભુજી માટે પદ ગાયું.
દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો, દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો
શ્રીવલ્લભ નખચંદ્ર છટા બિન સબ જગમાં જુ અંધેરો.. દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો, દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો
સાધન ઔર નહીં યા કલિમેં જાસું હોત નિવેરો
"સુર" કહાં કહે દ્વિવિધ આંધરો બિના મોલકો ચેરો.. ભરોસો દ્રઢ ઈન ચરનન કેરો.
દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો, દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો.
આ પદને આશ્રયનું પદ કહેવાય છે.. જે વિશ્વભરમાં વૈષ્ણવો ગાય છે. કોઈ વૈષ્ણવ પાઠ કરે કે ન કરે પરંતુ રોજ રાતે સૂતાં પહેલાં આ પદ ગાયને સૂવાનો આગ્રહ જરૂર રાખવો.
No comments:
Post a Comment