ભક્તિના બે પ્રકાર છે.
મુખારવિંદની ભક્તિ અને ચરણારવિંદની ભક્તિ. મુખારવિંદની ભક્તિમાં સર્વ સમર્પણ થતું હોવાથી આ ભક્તિ ઉગ્રભક્તિ છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ ભક્તિમાં પ્રભુના અધરામૃતની પ્રાપ્તિ દ્વારા સાક્ષાત સંબંધ થાય છે, આ ભક્તિમાં આર્તિ-તાપ- વિરહભાવ જરૂરી છે. આ ભક્તિમાં સર્વાત્મભાવ અને દીનતા એ જ મુખ્ય સાધનરૂપ અને ફળરૂપ છે.
બીજા પ્રકારની ભક્તિ કે સેવા જે ચરણારવિંદની છે. ચરણારવિંદની ભક્તિ ધર્મ કરતાં ધર્મવિશિષ્ટ છે જેનાથી શ્રી પ્રભુની પ્રાપ્તિ નિશ્ચિત છે. જેના વડે સાયુજ્ય ફળ મળે છે. પરંતુ આ ભક્તિમાં વિરહતાપ ઓછો હોવાથી ચરણારવિંદની ભક્તિ શીતળ કહેવાય છે. આ ભક્તિમાં શરણાગતિ મુખ્ય છે.
ભક્તિમાં નડતા પ્રતિબંધોમાં મદ, લોભ, લૌકિક કામનાઓ અને દુ:સંગ મુખ્ય છે. જેને દૂર કરવા માટે કામ, ક્રોધ લોભનો ત્યાગ કરી ભગવદ્દીયોનો સંગ કરી દ્રઢ ભગવદ આશ્રય લેવો અનિવાર્ય છે, અને સાથે સાથે શ્રીજીને સમર્પિત કરેલ ભોજનની પ્રસાદી લઇ જીવનમાં સંતોષ અને વૈરાગ્ય રાખવો અને તેમજ પ્રભુ દ્વારા મળતા દંડને શ્રી પ્રભુની કૃપાનું દાન ગણી લેવું.
No comments:
Post a Comment